પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજી કરાર કરનારને ઝડપી પાડ્યો

પૂર્વ કચ્છ ગુનાશોધક’ શાખાની પોલીસ ટીમે ગેરકાયદે વિદેશી દારૂની હેરફેર કરવા વાહનના ખોટા દસ્તાવેજ બનાવનાર શખ્સને દબોચી લીધો હતો.અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના પ્રકરણમાં પોલીસે’ ટેન્કર’ નં. જીજે. 12. એ.ટી. 6695ના માલિક’ ચંદ્રસિંહ ઉર્ફે રવિ જયંતીલાલ ચૌહાણ (હાલ બારોઈ, મુંદરા)ને પકડીને’ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ’ હાથ ધરી હતી. જેમાં પકડાયેલા’ આ તહોમતદારે કહ્યું હતું કે,’ કચ્છ’ જિલ્લામાં’ ટેન્કર, ટ્રેઈલર, ટ્રક જેવાં વાહનો’ ખરીદી પોતે દલાલી’ મેળવી રાજસ્થાનના દારૂના ધંધાર્થીઓને વેચાણ કરેલાં વાહનનું કે અન્ય ચાલકોનાં નામે ખોટું લખાણ કરી વેચાણ’ કરતા’ હતા.પકડાયેલા આરોપીએ ટેન્કર જીજે. 12. એટી 6695 તથા ટ્રક નં. જીજે .12. એટી 6802વાળું વાહન અંજારના અક્ષય મહેતા અને ગળપાદરના બધાભાઈ આહીર પાસેથી વેચાણ લઈ ભવરારામ રામારામ જાટ (રહે. ડીંડાવા, રાજસ્થાન)ના નામનો’ બનાવટી વેચાણ કરાર બનાવ્યો હતો. આ ઉપરાંત જીજે. 12. બી.ટી. 6912વાળું વાહન ગળપાદરના પપ્પુભાઈ યાદવ પાસેથી વેચાણ લઈ રાજસ્થાનના કોઈ ઈસમનો વેચાણ કરાર બનાવ્યો હતો. આ ત્રણેય વાહનો દારૂના ગુનામાં સામેલ’ હોવાનું સપાટીમાં આવ્યુ હતું. આ મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે અને સાથે સાથે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે તમો કોઈપણ વાહન લે-વેચ કરો તો તેવા માણસને જ વેચાણ આપો કે તમો તેને સારી રીતે ઓળખો છો અને વેચાણ કર્યા બાબતે કાયદેસર આર.ટી.ઓ. કચેરીમાં વેચાણ ટ્રાન્સફર કર્યા બાદ જ વાહન સોંપો.