ભુજ માંડવી રોડ પર એક્ટિવાને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો
આ અંગે યુનુસ સુલેમાન સીદીએ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે તેઓ-તા.22-2ના બપોરના આશરે એક વાગ્યાના અરશામાં તેઓ તેમની દીકરી સાથે GJ-12-DN-9209 એક્ટિવા દ્વારા નિયાઝમાં ભુજ માંડવી રોડ પર આવેલ ફૂલપીરની દરગાહ પર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભુજ મીરજાપર રોડ પર આર્યન સ્ટીલ પાસે રોડ પર એચ.પી. પેટ્રોલ પંપ પાસે પહોચ્યા તે દરમિયાન પાછળથી આવી રહેલા GJ-12-AW-4447 ટ્રકના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેથી બંને રોડ પર પટકાઈ જતાં બંનેને ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ બંનેને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.