પધ્ધર પોલીસે કુકમામાં લગ્ન પ્રસંગે આવેલ 17 મહેમાનોને ધાણી પાસા વડે જુગાર રમતા ઝડપ્યા

 પધ્ધર પોલીસને  ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કુકમામાં લાલજી વિઠ્ઠલદાસ ભટ્ટના દીકરાના લગ્ન પ્રસંગે રિસેપસનમાં આવેલ માણસો કુકમામાં વૈભવનગરમાં રહેતા વસંતભાઇ ભવાનજી રાઠોડના મકાનમાં ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ધાણીપાસા વડે જુગાર રમતા 17 મહેમાન જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 62,800 તથા 17 મોબાઈલ ફોન કિ.રૂ.85,000 મળી કુલ કિ.રૂ.1,47,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાની કામગીરીમાં પી.એસ.આઇ. શ્રી ઝાલા સાથે હે.કો. મહેન્દ્રસિંહ જાડેજા, નીલેશભાઇ ચૌધરી, ક્રિપાલસિંહ ઝાલા, અશ્વિનભાઇ સોલંકી, કૃષ્ણસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. ભરતભાઇ હિંમતલાલ વાળંદ (ભુજ),
  2. દિલીપ ધનજીભાઇ વાળંદ (દેશલપર ગું.),
  3. અનિલ ચમનભાઇ રાઠોડ (વાળંદ) (નાગલપર-નખત્રાણા),
  4. મયૂર હિંમતલાલ વાળંદ (મિરજાપર),
  5.  ઉમેશ શંકરલાલ વાળંદ (દેવપર યક્ષ),
  6. હરેશ ગાભુભાઇ વાળંદ (ભુજ),
  7. વિવેક દેવજીભાઇ રાઠોડ (વાળંદ) (કાંડાગરા),
  8. દિવ્ય ભવાનભાઇ વાળંદ (સામત્રા),
  9. વિશાલ હંસરાજ વાળંદ (નખત્રાણા),
  10. મહેશ હિંમતભાઇ વાળંદ (મિરજાપર),
  11. સંજય ગંગારામભાઇ ચૌહાણ (કુકમા),
  12.  મયૂર મોહનભાઇ ચૌહાણ (રામપર-વેકરા),
  13. રાજ દિનેશભાઇ રાઠોડ) (માનકૂવા),
  14. ભીખાલાલ લખમશી વાળંદ (રામપર-વેકરા),
  15. પરીન નવીનભાઇ વાળંદ (ભુજ),
  16. અક્ષય કિશોરભાઇ રાઠોડ (દેશલપર-વાંઢાય)
  17.  દેવજી મંગલભાઇ વાળંદ (રામપર-વેકરા)