ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે જવાહરનગર પુલ પાસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપ્યા
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન જવાહરનગર પુલ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જવાહરનગર પુલ નજીક બાવળોની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 5 ખેલીઓને પકડી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 29,500 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.15,500 મળી કુલ કિ.રૂ.45,000નો મુદ્દામાલ કબ્જે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં ગાંધીધામ બી-ડિવિઝન સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- પ્રતિપાલસિંહ પૃથ્વીરાજસિંહ પરમાર ઉ.વ.26 રહે, દરબારવાસ પડાણા
- સલીમ સાલેમામદ ગંઢ ઉ.વ.35 રહે. સ્કુલની બાજુમાં પડાણા
- લતીફ નુરમામદ કોરેજા ઉ.વ.32 રહે. ચુડવા
- રવાભાઈ વલાભાઈ હુંબલ ઉ.વ.66 રહે. હુંબલવાસ પડાણા
- અરવિંદસિંહ નવુભા વાઘેલા ઉ.વ.36 રહે. દરબાર વાસ પડાણા