અંજારના રહેણાંક મકાનમાથી શરાબની 66 બોટલો ઝડપાઇ: આરોપી ફરાર
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંજાર મધ્યે આવેલ હર્ષદ પાવભાજી દુકાન પાસે આવતા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંજાર મતિયાનગર વિસ્તારમાં રહેતો ભાણજી ધનજી મહેશ્વરી પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા મકાનમાં રાખેલ રોયલ સ્ટેગ વ્હીસ્કી ભારતીય બનાવટના વિદેશીદારૂની 750 મી.લી.ની 66 બોટલો મળી આવી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 66 બોટલ કિ.રૂ.26,400નો શરાબ તથા મકાનમાથી મળી આવેલ આરોપીનું આધાર કાર્ડ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ઝાલા, પો.હેડ કો. મુકેશકુમાર પાતારીયા, પો.કો.ધર્મેશ પટેલ, અજયભાઇ સવસેટા કીર્તિકુમાર ગેડીયા તથા જયપાલસિંહ સોઢા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.