રુદ્રમાતા પાસે પગે જતા બોર્ડરવિંગના જવાનને ટ્રેઇલરે હડફેટે લેતાં મોત નીપજયું
રુદ્રમાતાના બોર્ડરવિંગના કેમ્પના એક નંબરના ગેટ પાસે 55 વર્ષીય ભમરસિંહ ભાણજી સોઢા બોર્ડરવિંગના જવાન પગે જઇ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતા ટ્રેઇલર નં. જી.જે. 12 બીડબલ્યુ-4199વાળાએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભમરસિંહને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ થોડી જ વારમાં તેમણે દમ તોડ્યો હતો. આ અંગે માધાપર પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ કાર્યવાહી હાથ ધરી છે.