ગાંધીધામમાં બનાવટી તબીબને એ ડિવિઝન પોલીસે કાયદાકીય દવા આપી
ગાંધીધામની એ ડિવિઝન પોલીસટીમે બનાવટી તબીબને પકડીને તેની વિરુદ્ધ કાયદાકીય કલમો તળે ગુનો નોંધી દવા આપી હતી. શહેરમાં રામબાગ રોડ નવી સુંદરપુરી મહાલક્ષ્મી ક્લિનિક દુકાનમાંથી પોલીસે ઉત્તરપ્રદેશના આરોપી શિવવીર રામસેવક પ્રજાપતિ (રહે. ભરવાડ વાસ, સુંદરપુરી ગાંધીધામ)ની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં તહોમતદાર પાસેથી વિભન્નિ પ્રકારની દવાઓ તથા જુદા-જુદા મેડિકલના સાધનો કિં. રૂા. 2500 તેમજ રોકડા રૂા. 1200 સાથે કુલ રૂા. 3700નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા’ કરનારો આ શખ્સ તબીબી પ્રેક્ટિસ માટે કોઈ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હતો. ધો. 12 સુધી અભ્યાસ કરનારો આરોપી છેલ્લા’ ‘ બે વર્ષથી આ પ્રકારનું કૃત્ય કરતો’ હતો. આ અંગે વધુ તપાસ આરંભાઈ છે.