ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના અલગ અલગ બનાવમાં ભોગ બનનારના કુલ રૂ.૫૦,૨૦૦/- પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પુર્વ કચ્છ-ગાંધીધામ

પૂર્વ કચ્છમાં વરસામેડી, ગાંધીધામ અને કબરાઉના ત્રણ અરજદાર સાથે જુદી જુદી રીતે ઓનલાઇન છેતરપિંડી થતાં પોલીસે આ ત્રણ લોકોના રૂા. 50, 200 પરત અપાવ્યા હતા.વરસામેડીની અંબાજી સિટિમાં રહેતા અરજદાર રઘુવીર રામજી રાઉત ગૂગલ પેથી ગ્રામીણ બેન્ક ગાંધીધામના ખાતામાં રૂા. 20,000 મોકલાવતા આ પૈસા અન્ય કોઇના ખાતામાં ચાલ્યા જતાં અરજદારે’ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે આ રૂા. 20,000 પરત અપાવ્યા હતા. ગાંધીધામના વેહાના રામને એચડીએફસી બેન્કમાંથી વાત કરું છું તેમ કહીને એક ફોન આવ્યો હતો. તમને ક્રેડીટ કાર્ડ નિ:શુલ્ક મળશે તેમ કહી અરજદારનું બેન્ક સ્ટેટમેન્ટ મગાવી એક લિન્ક મોકલાવી હતી અને ક્રેડિટ કાર્ડની સીમા જોવા માટે લિન્ક ખોલવા કહી તેમના મોબાઇલમાં આવેલ ઓટીપી આપવા જણાવ્યું હતું. અરજદારે ઓટીપી આપી દેતાં તેમના ખાતામાંથી રૂા. 15,200 ઉપડી ગયા હતા, જે પોલીસે પરત અપાવ્યા હતા. કબરાઉ મોગલધામમાં રહેતા પ્રભાત કટરાને મોરબીથી પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા બોલું છું. મોગલધામ દર્શન કષરીને અમે પરત જતા હતા ત્યારે માળિયા પાસે અમારો અકસ્માત?થયો છે. અમે ચાર હતા જે પૈકી એક મહિલાનું મોત થયું છે. અમે હોસ્પિટલ છીએ પૈસા નથી તેવું કહેતાં અરજદારે સામેવાળાના ખાતામાં ફોન પે દ્વારા રૂા. 15,000 મોકલાવ્યા હતા, પરંતુ પોતે છેતરાઇ ગયા હોવાનું બહાર આવતાં તેમણે સાયબર ક્રાઇમનો સંપર્ક કરતાં પોલીસે તેમને પૈસા પરત અપાવ્યા હતા,  આ કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.વાળા તથા પો.હેડ.કોન્સ. ગોપાલભાઈ બિજલભાઈ, દિવ્યરાજસિંહ રવૉભા, પો.કોન્સ. અનિલભાઈ રતનજીભાઇ, રેશભાઈ વસ્તાભાઈ તથા મહિલા.પો.કોન્સ. કંકુબેન રાઘવજીભાઈ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા સફળ  કરવામાં આવેલ છે.                    આ ઉપરાંત સાબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરીને જણાવવામાં આવ્યું કે આપના મોબાઈલ ઉપર કોઈ પણ પ્રકારના બેન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહીં, જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાંથી માહીતી મેળવી અથવા આપવી. “Google /Facebook ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નબર ઉપર ભરોશો કરવો નહી. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઈ પણ પ્રકારની બેંકની માહીતી, OTP CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઈલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહી. ઓનાલાઈન ટ્રેડીંગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યપારીને વેરીફાય કર્યા વગર નાણાકીય લેવડ- દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા QR કોડ ક્લિક કરવુ નહી તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમાં એન્ટર કરવાનો હોઈ છે. રૂપિયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી. આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો, ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનુ ટાળો.