જામનગર શહેરમાંથી એક ઈસમને બનાવટના તમંચા સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
પોલીસ મહનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ જામનગર જીલ્લા અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચના અને એસ.ઓ.જી., ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ શોભરાસિંહ જાડેજા તથા રાજેશભાઇ મકવાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા ને બાતમી મળેલ કે દરેડ જી.આઈ.ડી.સી., એપલ ગેઈટ નંબર-ર, મારબલના કારખાના પાસે ગેરકાયદેસર હથીયાર સાથે ઉભો હોય જેથી આ જગ્યાએ જઈ આરોપી શમશુદીન સાઓ બશરૂદીન સિદીકી રહે ભીખારીપુર ગામ, તા. અમરીયા, જિલ્લો પિલીભીત, ઉત્તર પ્રદેશ હાલ રહે દરેડ, જામનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમેચા સાથે પકડી પાડી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદિપભાઈ ચુડાસમા એ પંચ “બી” ડીવી પો.સ્ટે. માં આર્મ્સ એકટ મુજબ ફરીયાદ આપી આરોપી વિરૂધ્ધ આસી. સબ ઈન્સ્પેકટર ચંન્દ્રસિંહ જાડેજા એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.