ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે જુગાર રમતી  5 મહિલાને ઝડપી: 22,200નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જનતા કોલોની ભારતનગર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જનતા કોલોની ભારતનગર મ.નં.451-11/બી વાળા મકાનની સામે ખુલ્લા ચોકમાં અમુક મહિલાઓ ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતની રૂપિયાનો જુગાર રમી રહી છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતી 5 મહિલાને પકડી પાડી હતી. પોલીસે પાંચેય પાસેથી રોકડા રૂપિયા 11,200 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.11,000 મળી કુલ કિ.રૂ.22,200નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં વુ.પો.સબ.ઇન્સ.પી.સી.મોલીયા સાહેબ તથા પો.હેડ.કોન્સ. નરસિંહભાઈ કાનાભાઈ તથા પો.કોન્સ.જગદીશભાઈ ખેતાભાઈ તથા વુ.પો.કોન્સ.અનેરીબેન સુરેશભાઈ તથા પો.હેડ.કોન્સ રાજાભાઈ મહેન્દ્રકુમાર હીરાગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. પુષ્પાબેન ગણેશભાઈ ધવલેશા ઉ.વ.58 રહે. જનતા કોલોની મ.નં.211 ભારતનગર ગાંધીધામ
  2. રાણીબેન ધનજીભાઇ પટેલ ઉ.વ77 રહે. મ.નં.451 11/બી જનતા કોલોની ભારતનગર ગાંધીધામ
  3. સીમાબેન લાલજીભાઈ પટેલ ઉ.વ.50 રહે. કૈલાશ સોસાયટી ભારતનગર ગાંધીધામ
  4. લક્ષ્મીબેન દિનેશભાઈ સથવારા ઉ.વ.45 રહે, સાઈ સોસાયટી ભારતનગર ગાંધીધામ
  5. નર્મદાબેન ગીરધારીલાલ મકવાણા ઉ.વ.45 રહે. જનતા કોલોની ભારતનગર ગાંધીધામ