ભચાઉ પોલીસે ખારોઈમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 1,48,400નો મુદ્દામાલ કબ્જે કર્યો: 2 આરોપી ફરાર
ભચાઉ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તે દરમિયાન ખારોઈ ગામના ત્રણ રસ્તા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ખારોઈ ચકીવાસમાં કરશન કાયા કોલીના ઘરની બહાર જાહેર ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે 2 શખ્સ ગલી ખાંચાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 46,900 , 6 મોબાઈલ ફોન કિ.રૂ.16,500 , 4 મોટર સાઈકલ કિ.રૂ.85,000 મળી કુલ કિ.રૂ.1,48,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- સંદીપકુમાર પ્રવીણભાઈ ગુસાઈ ઉ.વ.30 રહે. શંકરના મંદિર પાસે કડોલ તા. ભચાઉ
- કરશન કાયા કોલી ઉ.વ.67 રહે. ચકીવાસ ખારોઈ તા. ભચાઉ
- રમેશ કરશન કોલી ઉ.વ.29 રહે. ચકીવાસ ખારોઈ તા.ભચાઉ
- હરીરામ વિષ્ણુરામ સાધુ ઉ.વ.45 રહે. કબીરનગર ચોબારી તા.ભચાઉ
- લાલા કરશન ઢીલા ઉ.વ.48 રહે. શંકરના મંદિરની બાજુમાં કડોલ તા.ભચાઉ
- ભરત ભુરા વરચંદ ઉ.વ.30 રહે. ચામુંડા નગર ચોબારી
ફરાર આરોપીઓ:
- પચાણ રતાભાઈ આહીર રહે. કડોલ તા.ભચાઉ
- જુસબ મુસા સીદી રહે. ખારોઈ