આદિપુર પોલીસે લૂંટ કરનાર ચાર આરોપીને પકડી  4,35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો                         

aecfabf8-8ae7-4d13-9a04-845c97880ac8 (1)

આદિપુર પોલીસ મથકે નોંધાયેલા લૂંટના બનાવમાં પીએસઆઈ બી.વી.ચુડાસમાને મળેલી બાતમીના આધારે આરોપીઓ મલેશ કાંતિલાલ રાઠોડ, નિલેશ ભીખુભાઇ સોઢા, વિપુલ ખીમજીભાઇ સોઢા અને સુરેશ રણછોડભાલઇ ચાવડાને પકડી લઇ બાઇક, મોબાઇલ અને લૂંટમાં ઉપયોગ કરેલી કાર સહિત કુલ રૂ.4,35,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી બી.વી.ચુડાસમા સાથે એ.એસ.આઈ.ભુપતસિંહ જાડેજા,સંગીતાબેન સાલીયા, પોલીસ હેડ કોન્સટેબલ વનરાજસિંહ દેવલ,  ધર્મેન્દ્રસિહ સોઢા, દીનેશભાઈ પરમાર ,ભરતભાઇ કાનગડ, નાનજીભાઈ ચાવડા, પો.કો હરદેવસિંહ ચુડાસમા, મહેશભાઇ ઘોઘોળ,  ભરતભાઈ ગવારીયા વિગેરે સ્ટાફના માણસો દ્વારા સફળ  કરવામાં આવેલ છે.