ભુજ એ-ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને ઝડપ્યો

ભુજ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન આશાપુરા રીંગરોડ પર પંચ હટડી કોઠાવાવ પાસે રોડ પર આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સુમરાડેલી સોનીવાડ ત્રણ રસ્તા પાસે કાળા કલરના શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરલ શખ્સ વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી  રહ્યો છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળે દરોડો પાડી ઉપરોક્ત વર્તણૂકવાળા આરોપી અસલમ રજાક મેમણને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 540 તથા એક પેન તેમજ ડાયરી કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

  1. અસલમ રજાક મેમણ ઉ.વ.34 રહે. ગરબી ચોક, સંજોગનગર ભુજ