ભચાઉ તા. વાઢિયાં ખાતે અપહરણના બનાવમાં બે આરોપીની ધરપકડ

ભચાઉ તાલુકાના વાંઢિયા ખાતે અપહરણ કેસનો શખ્સ પકડાયો હતો. જ્યારે ગાંધીધામના કેસમાં ત્રણ વર્ષ પછી શખ્સની અટક કરવામાં આવી છે. વાંઢિયા ગામે યુવતીનું અપહરણ કરતાં ધરમસિંહ ઉર્ફે ધર્મેશ રામકા પરમારને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પૂર્વે અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી, આ કેસમાં અલ્પેશ કરશન ભીખા પ્રજાપતિની અટક કરવામાં આવી છે.