ચોખાબજાર પાસે બાઇક પર જતાં બે યુવકને કારએ ટક્કર મારતા એકનું મૃત્યુ

કાલુપુર ચોખાબજાર પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી પીકઅપ વાને બાઇકને ટક્કર મારતા એક યુવકનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે બાઈકની પાછળની સીટ પર બેઠેલો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની મળતી વિગત પ્રમાણે બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ઘરમાં રહેતો દિપકકુમાર યોગેશ્વર તેના મિત્ર વીનુજ પરમાર સાથે 12 ડિસેમ્બરના રાત્રિના અરસામાં ચોખાબજાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી પીકઅપ વાને બાઇકને ટક્કર મારતા બંને યુવકો નીચે પડ્યા હતા. જેમાં બાઈકની પાછળની સીટ પર બેઠેલો વીનુજ પરમારનું બનાવ સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે દિપકકુમારને ગંભીર ઇજા પહોચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના બાદ ડ્રાઈવર કાર મુકીને ફરાર થઈ ગયો હતો. માધુપુરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.