ગાંધીધામના આંગડીયા પેઢીના સંચાલક પાસેથી પિસ્તોલ દેખાડી અજાણ્યા વ્યક્તિ દ્રારા રૂ. 41 લાખની લૂંટ કરવામાં આવી

0
2017_3largeimg06_Mar_2017_111535477

ગાંધીધામના શક્તિનગર મકાન નં બી 153માં રહેતા પ્રતીક અમૃતભાઈ ઠક્કર જે પોતાનો આંગડીયો બંધ કરીને ઘરે પરત ફરયા ત્યારે એકટીવા ઉપર આવેલ એ આજાણ્યા શખ્સે તેમાં ઘરના દરવાજા પાસે તેમને પિસ્તોલ દેખાડીને રૂ. 41 લાખની તેમના હાથમાંથી બેગ લઈ લૂંટ કરીને નાસી છૂટયો હતો. આ બનાવ પ્રતીકભાઈ જે પોતાના ઘરે પીએનટી  કોલોની પાછળ મકાન નં બી 153માં જઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્રારા આ અજાણ્યા વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *