ભુજ મોટાપીર ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજયું

ભુજ મોટાપીર ચોકડી મધ્યે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈક ચાલક તથા સવારને ગંભીર ઇજાઓ પહોચી હતી, જેમાં બાઈક ચાલકનું મોત નીપજયું હતું.

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, તા.28-2ના આ અકસ્માત સર્જાયો હતો. લોરીયામાં રહેતા વિરમસિંહ કરણસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ખેતાજી જાડેજા GJ-12-ER-1596 બાઈક દ્વારા 36 ક્વાટર્સ ચોકડીથી સેવન સ્કાય તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટાપીર ચોકડી ખાતે પહોચતા સંસ્કાર સ્કુલ તરફથી આવી રહેતા એક દુધના વેપારી બાઈક ચાલકે પોતાની GJ-12-CH-9848 બાઈક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ઉપરોક્ત બાઇકને ટક્કર મારી હતી. તે. દરમિયાન બાઈક વિરમસિંહ ચલાવી રહ્યા હતા. આ ઘટનામાં વિરમસિંહ કરણસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ખેતાજી જાડેજાને ગંભીર ઈજાઓ પહોચી. તેમને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિરમસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોઈ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મહાવીરસિંહ ખેતાજી જાડેજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોઈ તેમને એકોર્ડ હોસ્પિટલ ખસેડાયા હતા. ભુજ એ-ડિવિઝન પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.