માંડવીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા

માંડવી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજી પાનાં વડે તીનપત્તીનો જુગાર રમતા 4 પાત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા હતા.
માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આઝાદ ચોક પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, માંડવીમાં આવેલ ભૂત બંગલા પાસેની શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક શખ્સો ગંજી પાનાં વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે કુંડાળું કરી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11,230 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.8,000 મળી કુલ કિ.રૂ.19,230નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.હેડ.કોન્સ.સંજયભાઈ ચૌધરી, પો.કોન્સ.દિનેશ ઠાકોર તથા પો.કોન્સ. ભગીરથસિંહ જેપાલસિંહ ડાભી સહિતના જોડાયા હતા.
પકડાયેલ આરોપીઓ:
- હસમુખલાલ ચંદુલાલ રાજગોર ઉ.વ.54 રહે. બાબાવાડી, માંડવી
- દીપકભાઈ નારણભાઈ રાજગોર ઉ.વ.34 રહે. બાબાવાડી, માંડવી
- જયેશ રામજીભાઈ ચૌહાણ ઉ.વ.50 રહે. ભૂત બંગલા પાસે, માંડવી
- અરવિંદ જેઠાલાલ ગોહિલ ઉ.વ.72 રહે, રૂપાલા મહેતા શેરી, માંડવી