સાબરકાંઠા LCBએ હિંમતનગરના બામણા ત્રણ રસ્તાથી અરજણપુરા પાસે લૂંટના ગુનાને અંજામ આપનાર ચાર આરોપીઓને સ્વિફટ ડિઝાયર કાર સાથે ઝડપી લઈને 2.80 લાખનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરના અરજણપુરા પાસે ત્રણ દિવસ પહેલા બે બાઈક ચાલકો સાથે લૂંટ થતા તેની ફરિયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. જેને લઈને LCBએ બાતમી આધારે બમણા ત્રણ રસ્તા નજીક વોચમાં રહીને ભિલોડાથી ગાંભોઈ તરફ આવતી સ્વિફટ ડીઝાયર કાર રોકીને અંદર બેઠેલા ચાર ઇસમોને પકડી પાડયા હતા. આ ચારેય ઇસમોની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ચારે ઇસમોએ મળી સ્વીફ્ટ ડીઝાયર કારની લઇ મુનાઇ નજીક જઇ ગાડીની નંબરપ્લેટ કાઢી નાખી હતી ત્યારબાદ મોટા કોટડાથી ભોગ બનનારનો પીછો કરી અરજણપુરા નજીક રોકી તેની પાસેનો મોબાઇલ ફોન લઇ ધમકીઓ આપી ભાગી ગયા હતા. જેથી ચારેય આરોપીઓની ઝડપી લઈને વધુ તપાસ અર્થે ગાંભોઇ પોલીસને સોપવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસે કાર અને મોબાઈલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લૂંટના ગુનાને અંજામ આપનાર પકડાયેલા આરોપીઓ

રોનકકુમાર રાહુલભાઇ ચૌધરી(પટેલ)
માલવકુમાર કાન્તીભાઇ પટેલ(ચૌધરી)
સુમીતકુમાર છગનભાઇ પટેલ(ચૌધરી)
કિશનકુમાર કચરાભાઇ પટેલ