ગાંધીનગર સેકટર – 24 ઇન્દિરાનગર જેવા ભરચક રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરોએ ઘરફોડ ચોરીનાં ગુનાને અંજામ આપી પોલીસના સઘન પેટ્રોલીંગની પોલ બહાર લાવી

ગાંધીનગરનાં સેકટર – 24 ઇન્દિરાનગરમાં બંધ મકાનના દાવાની પોલ ખોલી રહ્યા છે. સેકટર – 24 ઇન્દિરાનગર જેવા ભરચક રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરોએ ઘરફોડ ચોરીનાં ગુનાને અંજામ આપી પોલીસના સઘન પેટ્રોલીંગની પોલ બહાર લાવી દેવાઈ છે. સેકટર – 24 ઇન્દિરાનગર મકાન નંબર – 4 માં રહેતા હીતેન્દ્ર કાનજીભાઈ સોલંકી અમદાવાદ સરખેજ ખાતે નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે. અને તેના પિતા સાથે સેકટર 7/ડી ખાતે ડીવાઇન યોગા નેચરોપેથથી સેન્ટર નામથી ક્લીનીક ચલાવે છે.
છેલ્લા ચાર માસથી દિવસ દરમ્યાન બન્ને પિતા પુત્ર સેકટર – 4 ખાતેના ઘરે રહે છે તથા રાત્રીના સમયે સેકટર – 3 ખાતેના અ ક્લીનીકમાં રોકાય છે. ગત તા. 26 ફેબ્રુઆરીનાં રોજ સાંજના હિતેન્દ્રના બહેન કવિતા અને બનેવી મિલનકુમાર રાઠોડ (રહે.રખીયાલ તા.દહેગામ) ઉક્ત ક્લિનિકે મળીને સેકટર – 24 માં રોકાવા માટે ગયા હતા.
જ્યારે બીજા દિવસે સવારના સાડા આઠેક વાગે સે.24 ખાતેનુ મકાન લોક કરી ચાવી હિતેન્દ્રને આપતાં ગયા હતા. ત્યારે આજે સવારે પાડોશી કુટુંબી ભાઈએ ઘરનો દરવાજો તૂટેલો હોવાની હિતેન્દ્રને જાણ કરી હતી. આથી પરિવારના બધા ઇન્દિરા નગર દોડી ગયા હતા.