મોટા લાયજાની વાડીમાથી 26000ના દરવાજાની ચોરી

આ અંગે મોટા લાયજામા રહેતા રામ કનૈયા ગઢવીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ મોટા લાયજામા પ્રફુલ વિસનજી વિરાની વાડીમાં દેખરેખ કરે છે હાલમાં ત્યાં ડેવલોપમેંટનુંકામ ચાલી રહ્યું છે.
તા.26-2ના સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ફરિયાદી ઉપરોક્ત વાડીમાં હાજર હતા. ત્યારબાદ બીજા દિવસે 27-2ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેઓ વાડીએ પહોચ્યા ત્યારે વાડીના કમ્પાઉન્ડનો મેન લોખંડનો (ગેલોનાઈલ)નો દરવાજો જોવા મળ્યો ન હતો. જેથી ફરિયાદીએ વાડીની આસપાસ તપાસ કરતાં દરવાજો ક્યાય મળી ન આવતા ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.