આદિપુરમાં ચોરે 11 લાખની લક્ઝરી બસની ઉઠાંતરી કરી

આદિપુર ટાગોર રોડ પર જનતા પેટ્રોલપંપની પાસે પાર્ક કરેલ 11 લાખની લક્ઝરી બસ કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લીધી હોવાની ફરિયાદી આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતા જયવિરભાઈ જયજિત મકવાણાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, GJ-12-AU-4652 લક્ઝરીના બસના ડ્રાઈવર અનિરુધ્ધસિંહ પરમારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં આદિપુર ટાગોર રોડ જનતા પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલ હતી. સવારના સાડા છ વાગ્યાના અરસામાં લક્ઝરી પાર્ક કરેલ સ્થળ પર જોવા ન મળતા આ ઘટના સામે આવી હતી. ફરિયાદી તેમના લક્ઝરી ડ્રાઈવર તેમજ તેમના મેનેજરે ઉપરોક્ત સ્થળ તથા આસપાસ કરતાં લક્ઝરી અંગે કોઈ જાણકારી મળી ન હતી. આ ચોરી રાત્રિના સાડા બાર વાગ્યાથી સવારના સાડા છ વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા લક્ઝરી ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.