નાની ચિરઈના રહેણાંક મકાન તથા કારમાથી 1,67,400નો શરાબનો જથ્થા ઝડપાયો

ભચાઉ પોલીસે બાતમીના આધારે કાર તથા રહેણાક મકાનમાં દરોડો પાડી શરાબના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાની ચિરઈ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોકુલગામ નાની ચિરઇમાં રહેતો રાજેશ ધનજીભાઈ બકુત્રા પોતાની માલીકીની GJ-12-FA-9393 સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરી પોતાના રહેણાંક મકાનમાં ઉતારવા જઈ રહ્યો છે. પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરવા નાની ચિરઈ પુલિયા નીચે વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી કાર આવતા કારનો પીછો કરી ગામની અંદર આવેલ હનુમાન મંદિરથી આગળ જતાં રસ્તે સ્વીફ્ટ કારને કોર્ડન કરી કાર ચાલક આરોપી રાજેશ ધનજીભાઈને બકુત્રાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા ડીકીમાથી વિદેશી દારૂની 110 બોટલો મળી આવી હતી.

પોલીસે પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતાં બીજો પ્રોહી મુદ્દામાલ પોતાના ઘરે છુપાવી રાખેલ હોવાનું જાણાવ્યું હતું. પોલીસે કેફિયતના આધારે આરોપીના ઘરે તલાસી કરી મકાનની અંદર એટેચ બાથરૂમમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ બોટલ નંગ 360 કી.રૂ.167400, સ્વીફ્ટ કાર કી.રૂ.5,00,000 તથા 2 મોબાઈલ ફોન કી.રૂ.15000 મળી કુલ કી.રૂ.682400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ.રવિરાજસિંહ પરમાર તથા હેકો. વિજયભાઈ રાજાભાઈ, ઈકબાલખાન રસુલખાન તથા હેડ કોન્સ.બલભદ્રસિંહ જસવંતસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.