અમીરગઢ નજીક વિદેશી શરાબ લઈ જતાં બે ઝડપાયા

અમીરગઢ પોલીસે બુધવારની રાત્રે નાકાબંધી કરી બે વાહનોમાં રૂ. 3,66,800ની કિંમતનો શરાબ ગુજરાતમાં લઈ જતાં બે શખ્સોને ઝડપી તપાસ હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 11,66,800 નો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેકટર અમીરગઢ તથા પોલીસ ટીમના બળવંતસિંહ, દિલાવરસિંહ, દિપકભાઇ, રોહિતભાઈ, દિલીપભાઈ, હસમુખદાન, જેતશીભાઈ, હસમુખભાઈ, હનીશખાન, મહેશદાન, અશોકભાઇ, નટવરભાઈના સ્ટાફના માણસોએ મળેલ હકીકતના આધારે કાકવાડા ગામની નદીના પટમાં નાકાબંધી કરતાં ડસ્ટર કારમાંથી શરાબની બોટલો નંગ 477 કિંમત રૂ. 1,90,800 તથા સાથેની બીજી સ્વીફટ કારમાંથી શરાબની બોટલો નંગ 440 કિંમત રૂ. 1,7,000 મળી કુલ બોટલ નંગ 917 કિંમત રૂ. 3,66,800 તથા બે કાર કિંમત રૂ. 8,00,000 નો મુદામાલ મળી કુલ રૂ. 11,66,800 નો મુદામાલ જપ્ત કરી શખ્સ 1 રાજવીરસિંહ હીરાલાલ જાટ 2 મગળચંદ ગોપાલલાલ યાદવ બને રહે. રેનવાલ, તા. ફુલેરા, તા. જયપુર શખ્સના સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ તપાસ કરવામાં આવી છે. આ કામે પોલીસે શાતીર રાજસ્થાનના બુટલેગરોને ઝડપવા સ્થાનિક લોકોની મદદથી બે ટ્રેકટરો વડે નદીના બંને તટ ઉપર ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *