રાપર તાલુકા ના જાટાવાડા ગામે સમી સાંજે ગાજવીજ સાથે વિજળી પડતાં બે સંતાનો ના યુવાન પિતા નું મોત થયું

54e4eec8-a347-4399-8c6c-6f17a1643a15

આજે સમી સાંજે પોણા છ વાગ્યા ના અરસામાં વાગડ વિસ્તારમાં માવઠા ની આગાહી વચ્ચે ગાજવીજ સાથે  ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારે રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક આવેલ કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતર થી ઘરે આવવા ની તૈયારી કરતા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કોળી સમાજ ના આશાસ્પદ યુવાન અને બે દિકરીઓ ના પિતા કિશોર રાઘુ ભાઈ કોળી ઉ. વ. 26 પર આકાશી વીજળી પડતાં પ્રથમ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર આપી હતી ત્યારે ડોક્ટર દ્વારા મૃત્યુ પામ્યા નું જાહેર કર્યું હતું આ ધટના ની જાણ થતાં રાપર તાલુકા પંચાયત ના આંકડા અધિકારી ડી જે ચાવડા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જરૂરી સુચના આપી હતી મરણ જનાર યુવાનરને એક ત્રણ વર્ષ ની દિકરી અને એક દોઢ વરસ ની દિકરી છે આકાશી વીજળી પડવાથી યુવાન નું મરણ થતા તેમના પરિવાર પર આભ તૂટી પડયું હતું રાપર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે