નખત્રાણામાં વિદેશી શરાબ સાથે એક પકડાયો

નખત્રાણા પોલીસને મળેલી બાતમીના આધારે શરાબ બાબતે દરોડો પાડતા એક આરોપી પકડાયો હતો. જ્યારે અન્ય એક સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ બાબતની મળતી વિગતો પ્રમાણે પોલીસને મળેલી બાતમીના આધારે દેવીસર બસ સ્ટેશન નજીક શરાબ અંગે દરોડો પાડતા મારૂતી સુઝુકીની અલ્ટો કાર જી.જે.12.ડી.એ.8527 કિંમત રૂ. 1.50 લાખ પરપ્રાંતીય શરાબની 700 એમ.એલ.ની બોટલ નંગ બે તથા મોબાઈલ કિંમત રૂ. 8000 મળી કુલ રૂ. 1.58 લાખના મુદામાલ સાથે કરશન વિરમ આહિર પકડાઈ ગયો હતો. જ્યારે નવલસિંહ જામસિંહ સોઢા મુદામાલ પહોચાડી નાસી છૂટયો હોય સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પોલીસે બંને આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *