કોટડામાં જમીન મામલે યુવાને જાનથી મારી નાખવાની ધમકી

ભુજ તાલુકાનાં કોટડા ગામમાં જમીન મામલે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે ભુજ પોલીસ સ્ટેશને નંદલાલ ખુલાભાઇ છાંગા રહે રતનાલ એ કિર્તનભાઈ નટુભાઇ પોકાર, કિર્તનભાઈની માતા વિરૂધ્ધ ફરિયાદ લખાવી છે કે રેહા ગામની સીમમાં કાજરી પુલ પાસે આવેલ વાડીમાં જતાં શખ્સોએ અમારા કબ્જાની જમીનમાં કેમ આવ્યો કહી, અપશબ્દ બોલી કિર્તનભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ લખાવી છે. પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.