ભુજમાં શ્રી દેવી બજારનો વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

image-6

એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે દરોડો પાડી કોઠાવાળી વંડી પાસેથી મોબાઈલમાં શ્રીદેવી બજારનો વરલી મટકાનો આંકડો લેતો બુકી અનવર અબ્દુલ આરબ (રહે. સંજોગનગર-ભુજ)ને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂા. પ100 તથા બે મોબાઈલ ફોન કિ. રૂા. પપ00 એમ કુલ્લે રૂા. 10,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આંકડા માટે કટિંગ તે સહઆરોપી ઓસમાણ ઉર્ફે કારો શેખડાડા (રહે. શેખ ફળિયા-ભુજ) પાસે લખાવતો હોવાની કેફિયત આપી હતી. બી-ડિવિઝન પોલીસે  બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.