ગોધરા : બેઢીયા અને છારીયા ગામેથી 54 હજારનો શરાબ પકડાયો

વેજલપુર અને ગોધરા તાલુકા પોલીસે જુદા-જુદા બે સ્થળે બેઢીયા અને છારીયા ગામેથી રૂ. 54190 નો પરપ્રાંતીય શરાબ પકડી લીધો હતો. વેજલપુર પોસઈ આર.ડી. ભરવાડને મળેલી બાતમી આધારે કાલોલ તાલુકાનાં બેઢીયા ગામે દિલીપ ઉર્ફે ગુલો ભલસિંહ ચૌહાણના ઘરે દરોડો પાડ્યો હતો. દરમિયાન મકાનના બીજા માળે પ્લાસ્ટીક થેલીઓ અને બોક્સમાં ભરી રાખેલો પરપ્રાંતીય બીયર-શરાબનો રૂ. 28,800 નો જથ્થો મળી આવતા પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસની એન્ટ્રીથી નાસી છુટેલા દિલીપ સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ગોધરા તાલુકા પોલીસે બાતમી આધારે છારીયા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બે બાઇક મુકી ચાલકો નાસી ગયા હતા. જેથી પોલીસે બાઇક કબજે કરી તેના ઉપરથી રૂ. 25,390 નો પરપ્રાંતીય શરાબનો જથ્થો જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *