ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કારમાથી 1.19 લાખનો શરાબ ઝડપ્યો
ગાંધીધામ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, GJ-12-EE-2961 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ ગાડી ગળપાદર થી ભવાનીનગર તરફ જતાં રોડ પર નીકળવાની છે. પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરવા ભવાની નગર જતાં રોડ પર આર્મી ગેટ થી થોડે દૂર વોચમાં હતા. તે દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા અટકાવી ગાડીના ચાલક શૈલેન્દ્રસિંહ રાણુભા જાડેજાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાડીની તલાસી લેતા મેકડોવેલ્સ નં.1 ફોર સેલ ઇન પંજામ ઓન્લીના માર્કા વાળી 750 મી.ઌ.ની 240 બોટલો તેમજ ઓલ સેસન્સ ગોલ્ડન ક્લેક્સન રિઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઈન પંજામ ઓન્લીના માર્કા વાળી 750 એમ.એલની 84 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 324 નંગ બોટલ કિ.રૂ.1,19,400 તથા રોકડા રૂપિયા 4800 તથા 3 નંગ મોબાઈલ ફોન કિ.રૂ.56,000 મળી કુલ કિ.રૂ.9,80,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો બીદડામાં રહેતા રધુભા ઝાલુભા જાડેજાએ આપેલ હોવાનું કેફિયત આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- શૈલેન્દ્રસિંહ રાણુભા જાડેજા ઉ.વ.23 રહે. ભોરારા જેસલ ફળિયું મુન્દ્રા