અંજાર પોલીસે 768 બોટલ શરાબ સાથે 2ને ઝડપ્યા

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દબડા વિસ્તારમાં આવેલ રાજા કાપડી દાદાનગર સોસાયટીમાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દેવુભા રામભા ગઢવી અને યશ કેતનભાઈ કાપડી બંને સાથે મળી માધવ ડેકોરેશન વાળા વાડામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોલેરો ગાડી દ્વારા વાડામાં ઉતારેલ છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી  દેવુભા રામભા ગઢવી તથા યશ કેતનભાઈ કાપડીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે વાડાની ઓરડીની તલાસી લેતા બિયરની 32 પેટીઓ મળી 768 નંગ બોટલ કી.રૂ.76,800નો જથ્થો તેમજ GJ-12-BZ-4105 બોલેરો ગાડી કી.રૂ.5,00,000 તેમજ 2 મોબાઈલ ફોન કી.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.5,86,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો સાંચોર રાજસ્થાનના સતારસિંહ અને શેરસિંહ પાસેથી લીધું હોવાનું અને અમુક પેટીઓ ગળપાદરમાં રહેતા સચિન ચૌહાણને આપી હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ;

  1. દેવુભા રામભા ગઢવી ઉ.વ.23 રહે, હાલે રાઘવનગર દબડા વિસ્તાર અંજાર
  2. યશ કેતનભાઈ કાપડી ઉ.વ.21 રહે. હાલે મ.ન.321 ચકરાવા નવી અંજાર