સાપેડામાં મકાન પાસેથી રૂ. 3.80 લાખની બોલેરોની ચોરી

અંજાર તાલુકાનાં સાપેડા ગામે કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકીને ઘર નજીક પાર્ક કરેલી રૂ. 3.80 લાખની બોલેરોને હંકારી જઈ તસ્કરી કરી જતાં ગુનો નોંધાવા પામ્યો છે. અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આજે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તાલુકાનાં સાપેડા ગામે રહેતા અને ખેતીકામ કરતાં માદેવા મેમા બરારિયા જેમણે ગત મંગળવારના રાત્રિના અરસામાં ઘર સામે આવેલ વાડામાં બોલેરો કેમ્પર નં જી.જે.12.સી.ડી.5656 કિંમત રૂ. 3,80,000 ની પાર્ક કરી હતી. ત્યારે પહેલા કોઈ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. ત્યારબાદ બોલેરો હંકારી જઈ તસ્કરી કરી શખ્સો નાસી છૂટયા હતા. તસ્કરીની ઘટનાની જાણ થતાં માદેવાભાઈએ ફોજદારી નોંધાવી હતી. જે બાબતે અંજાર પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.