નખત્રાણાના કોટડા રોહમાં બે પુત્રો સાથે માતાએ અગ્નિરૂપી ચાદર ઓઢી મોતને વ્હાલું કર્યું.
નખત્રાણાના કોટડા રોહા ગામમાં ગઇકાલે રાત્રિના સમય એક મહિલા અને તેના બે બાળકો સાથે કેરોસીન નાખી અગ્નિ સ્નાન કર્યું હતું જેમાં બે બાળકોના મૃત્યુ થયેલ હતા. જાણવા મળતી વિગત મુજબ એક બાળકનું સ્થળ પર જ મૃત્યુ થયેલ હતું. જોકે હજુ સુધી આ મહિલાએ આવું પગલું શા માટે ભર્યું તેના પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને આગળનું પોલીસ તપાસ ચાલુ છે.