ભુજ માધાપરમાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોને ઇજાઓ

0
54842390

પશ્ચિમ કચ્છમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બનવા પામી છે. ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. માધાપર નવાવાસ વિસ્તારમાં ટેમ્પા સાથે કાર ભટકાતાં ભુજ તાલુકાનાં ઝુરા ગામમાં યોગેશ પરષોતમ ભાનુશાલી ઉ.વ.25 ને ઇજાઓ થઈ હતી. જ્યારે ભુજ માંડવી રસ્તા પર આવેલ શિવપારસ મંદિર પાસે કાર નંબર જી.જે.12.ડી.એ.7361 ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી અને પુરઝડપે ચલાવી સ્કુટર નંબર જી.જે.12.ડી.ડી.3779 સાથે ટકરાતાં રમેશભાઈ ગોવિંદભાઈ વરમોરાને ફેકચર સહિતની ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં રામપર વેકરાના વાલજીભાઈ દેવજીભાઈ સિયાણીએ માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *