મહેસાણા વિસનગર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ધવાયેલ બાઇક સવારનું મોત

વિસનગર તાલુકાનાં ગુંજાળા ગામમાં રહેતા કાનજીભાઇ રામજીભાઇ રબારી ઉ.વ.42 શનિવારના સાંજે પોતાના રોજિંદા ક્રમ મુજબ મોટર સાયકલ પર વિસનગરમાં આવેલ એક ખાનગી હોસ્પીટલમાં કંપાઉન્ડરની નાઇટશીપ નોકરીએ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં વિસનગરમાં આવેલ અંબિકા રોલીંગ મીલ નજીક અજાણ્યા વાહન ચાલકે તેની મોટર સાયકલને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવાનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માત કરીને અજાણ્યો વાહનચાલક ગુમ થઈ ગયો હતો. આ બાબતે મૃતકના ભાઈ સાગરભાઈ રબારીએ વિસનગર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *