જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામની સીમમા જુગાર રમતા ૧૮ ઇસમોને રોકડ રકમ,ફોર વ્હીલ કાર, મો.ફોન મળી કુલ રૂ.૧૬,૬૫,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહી જુગાર ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી સૂચના મુજબ એલ.સી.બી. પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી ના તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તાર તથા જામજોધપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી –જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી કિશોરભાઇ પરમાર ધાનાભાઇ મોરી વનરાજભાઈ મકવાણા તથા ને બાતમીસહે હકિકત મળેલ કે,જામજોધપુર તાલુકાના મોટાઘડીયા ગામની સીમમાં ગંજીપતાનાં પાના વડે હારજીત નો જુગાર રમતા ૧૮ ઇસમોને રોકડ રકમ,ગંજીપતાના પાના,મો,ફોન, ફોર્ચ્યુનર કાર તથા બોલેરો કાર મળી આવતા મજકુર ઇસમો વિરૂધ્ધ પો.હેડ કોન્સ ધનશ્યામભાઇ ડેરવાળીયા ની ફરીયાદ આધારે પો.હેડ કોન્સ અશીકભાઇ ડી. સોલંકી એ જુગાર ધારા હેઠળ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.