રામપર (અબડા) રોડ પર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત
રામપર(અબડા) રોડ પર ટ્રેલર ચાલકે બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ઇજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, મામદરફીક ઓસમાણ વેણ પોતાની માલીકીની GJ-12-BP-4613 બાઈક દ્વારા રામપર (અબડા)થી હરીપર ગામના ત્રણ રસ્તા વચ્ચેના રોડ પર આવેલ આશાપુરા કંપનીમાં કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-12-BY-5898ના ટ્રેલર ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી ઉપરોક્ત બાઇકને ઠોકરે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ઇજાઓ પહોચતા સારવાર અર્થે નલિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.