વરસાણામાથી 43,800નો શરાબ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ
ગાંધીધામ એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વરસાણા ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વરસાણા ગામથી ગાંધીધામ તરફ જતાં નેશનલ હાઈવે રોડ પર શ્રી આશાપુરા પંજાબી હોટલ તથા પાર્કિંગ પ્લોટના પાછળના ભાગે દીવાલ છોડી વરસાણા ગામના તળાવની પાળ નીચે ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખવામા આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ઓરડીના દરવાજાનો તાળો તોળી ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મી.લી.ની.84 બોટલો કિ.રૂ. 29,400 તથા 500 મી.લી.ના બીયરના 144 નંગ ટીન કિ.રૂ.14,400 મળી કુલ કિ.રૂ. 43,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.