પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ ગાંધીધામ

ગાંધીધામ એલ.સી.બી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વાંઢ ત્રણ રસ્તા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વિજયનગર અંજારમાં રહેતો વિજય વીરા ગઢવી પોતાની માલીકીની બોલેરો પીકઅપમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મેઘપર કુંભારડીમાં આવેલ આદિત્ય નગર સોસાયટીમાં રાખવા માટે આવેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા બોલેરો તથા એક શખ્સ નજરે પડ્યા હતા. પોલીસે આરોપી વિજયને પકડવા જતાં આરોપી અંધારો અને બાવળોની ઝાડીઓનો લાભ લઈ નાસી જાવામાં સફળ રહ્યો હતો. પોલીસે બોલેરોની તલાસી લેતા ભારતીય બનાવટના બિયરની 50 પેટીઓ મળી આવી હતી. પોલીસે 1200 નંગ બીયર ટીન કી.રૂ.120000 તેમજ GJ-23-વી-7213 બોલેરો કી.રૂ.250000 મળી કુલ કી.રૂ.370000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.