વરસાણામાં ઓરડીમાથી 77,600નો શરાબનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ- કચ્છ ગાંધીધામ

ગાંધીધામ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ ભચાઉ હાઇવે રોડ ઉપર વરસાણા ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વરસાણા ગામના તળાવના આગળના ભાગે વજુભા હનુભા વાઘેલાની લેબરોની ઓરડીના સામેના ભાગે આવેલ ઓરડી પ્રદીપસિંહ હેતુભા જાડેજાએ ભાડે રાખી તે ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા ઓરડીને તાળું મારેલ હોવાનું નજરે પડ્યું હતું જેથી પોલીસે ઓરડીનું તાળું તોળી ઓરડીમાં પ્રવેશ કરી ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મી.લી.ની 216 નંગ બોટલ કી.રૂ. 75,600 તેમજ 180 મી.લીના ક્વાટરિયા નંગ 20 કિ.રૂ.2000 મળી કુલ.કિ.રૂ. 77,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.