ગાંધીધામમાં જીએસટી ચોરીનું કારસ્તાન કાયદાના સકંજામા: 3 વિરુદ્ધ ફરિયાદ
ગાંધીધામ એલ.સી.બી.ટીમ કાસેઝ ઝોન ગોલાઇ પાસે તા. 13-3ના વાહન ચેંકિંગ હાથ ધરી હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 2736ના ચાલક પોપટ શક્તા ભરવાડ રહે, કારગો, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 2923ના ચાલક વાલજી કરશન કોલી રહે, તુણા, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 3770નો ચાલક બીમલેશસિંગ રાજેશ્વરસિંગ, ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 1300નો ચાલક વિકાસ રામનરેશ રાય અને ટ્રેઈલર નંબર જીજે 12 બીવાય 1445નો ચાલક શિવજી સુગ્રીવ પાસવાન રહે, ત્રણેય ડી.બી. ટ્રાન્સલીંક ગોડાઉન, ભારાપરમાં આધાર પુરાવા વગરનો શ઼કાસ્પદ કોલાનો જથ્થો ભરેલો છે.આ ટ્રેલરોને અટકાવી તપાસ કરતાં ભરેલો 41.38 લાખના પેટકોકનો જથ્થો બનાવટી ઇ-બિલ અને બિલ્ટી બનાવી રૂ.6.16 લાખ સીજીએસટી ન ભરી સરકારને ચુનો લગાવવાના ઇરાદાથી નિકળ્યા હોવાનું સામે આવતાં એલસીબીએ ત્રણ થી વધુ સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આ અંગે વધુ ઊંડાણપૂર્વક્ની તપાસ હાથ ધરવામાં આવી હતી. આધાર પુરાવા વગરના શંકાસ્પદ પેક કોકનો જથ્થો ભરેલા 5 ટ્રેઇલર અટકાવી ચાલકોને પુછરપરછ કરતાં આ કોલસો ડી.બી.ટ્રાન્સલીન્ક દ્વારા ભરાવવામાં આવ્યો હોવાનું અને રાપર ખાલી કરવા જવાનું ચાલકોએ જણાવ્યું હતું. જેથી એલ.સી.બીએ 5 ટ્રેઇલર ડિટેઇન કર્યા હતા,
તપાસમાં આ ટ્રેઇલરમાં લોડ કરવામાં આવેલો રૂ.41,38,160 ની કિંમતનો 1,79,920 કિલોગ્રામપેટ કોક (કોલસો) ખોટા બનાવટી ઇ-વે બિલો અને બિલ્ટી બનાવી રૂ.6,16,226 નો સીજીએસટી અને એસજીએસટી વેરો ન ભરી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું જણાઈ આવતાં ડી.બી ટ્રાન્સલીન્ક ટ્રાન્સપોર્ટના માલિક દિપેન બુજાડ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, બીલો અને બીલ્ટી બનાવનાર આ કંપનીના જવાબદાર કર્મચારીઓ અને તપાસમાં જે નિકળે તેના સામે પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ બી.ડિવિઝન પોલીસને સોંપી હતી.