માતાનામઢ જઈ રહેલા પદયાત્રીને એસ.ટી. બસના ચાલકે અડફેટે લેતા એકનું મોત: 2 ઇજાગ્રસ્ત

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, માતાનામઢ જઈ રહેતા પદયાત્રીને એસ.ટી.બસના ચાલકે અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું મોત નીપજયું હતું જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ પહોચી હતી.

આ અકસ્માત રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં હાજીપીર ફાટક પાસે સર્જાયો હતો. GJ-18-ઝેડ-3216ના એસ.ટી. બસના ચાલકે નિલેશભાઈ ફોફીંડીને પાછળથી અડફેટે લેતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. જ્યારે તેમના સાહેદ દીપકભાઈ ભાનુશાલી તથા લક્ષ્મણભાઈ પટણીને પણ ઈજાઓ પહોચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે નિલેશભાઈને મૃત જાહેર કર્યા હતા. તો દીપકભાઈને પીઠના ભાગે  તથા લક્ષ્મણભાઈને ડાબા હાથે છોલછાભ જેવી ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે એસ.ટી.ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.