પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ

download (5)

ગાંધીધામ બી.ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી સાથે 27,000નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.કોન્સ. ઈશ્વરસિંહ જાડેજાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામ જી.આઈ.ડી.સી મધ્યે આવેલ પ્લોટ નં.03 સેક્ટર 12 અંબિકા વે બ્રીજ પાસે આવેલ ગોદામ આગળના ભાગે આવેલ ઓરડીમાં ભૂરો ભરવાડ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. બાતમીના આધારે કાર્યવાહી કરવા પોલીસે ઉપરોક્ત ઓરડી પર દરોડો પાડી આરોપી ભુરાભાઈ ઉર્ફે ભાવેશ ગાંડાભાઈ ભરવાડને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઉપરોક્ત ઓરડીની તલાસી લેતા મેકડોવેલ્સ નં.1 કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજામ ઓનલી ના માર્કાવાળી 750 એમ.એલ.ની 72 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 72 નંગ બોટલ કી.રૂ.27,000 તથા 1 મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કી.રૂ. 32,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. ભુરાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગાંડાભાઈ ભરવાડ ઉ.વ.24 રહે. જી.આઈ.ડી.સી ઝૂપડા રામદેવપીર મંદિરની પાછળ ગાંધીધામ