ટાગોર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત
આ અકસ્માત અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે ટાગોર રોડ ઇફકો કોલોની પાસે બની હતી. મેઘપરમાં રહેતા જશાલાલ ગેવરજી પ્રજાપતિ પોતાની માલીકીની GJ-12-DK-8602 એક્ટિવા દ્વારા જઈ રહ્યા હતા તે દરમિયાન ઇફ્ફ્કો કોલોની પાસે GJ-12-EE-5046ના કાર ચાલકે પોતાના કબજાની કાર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઇજાઓ પહોચતા સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જશાલાલને ફેકચર સહિત નાની મોટી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. ગાંધીધામ બી.ડિવિઝન પોલીસે આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.