ગાંધીધામમાં જુગાર રમતા 5 જુગારીઓ પાંજરે પુરાયા: 43030નો મુદ્દામાલ જપ્ત
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નુરી મસ્જીદ પાસે આવેલ હમજા પાર્કિંગમાં ટેન્કરની આડસમાં અમુક શખ્સો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 26030 તથા 5 મોબાઈલ ફોન કિ.રૂ. 17000 મળી કુલ કિ.રૂ.43030નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- ઈમરાન હુસેન મકરાણી ઉ.વ.38 રહે. લીંબડી સુરેન્દ્રનગર
- હનીફ સોમાભાઈ સિપાઈ ઉ.વ.40 રહે. ભારતનગર ગાંધીધામ
- સલીમ જુશબભાઈ રાજાઉ ઉ.વ.31 રહે. ભચાઉ
- મહેબુબ હબીબભાઈ મીર ઉ.વ. 40 રહે. ભચાઉ
- કલ્પેશ કેશરીમલ ઠક્કર ઉ.વ.34 રહે. ગળપાદર ગાંધીધામ