પ્રોહીબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો જીગર આહીર પોતાના કબજાના મ.નં.321 ચારવાડીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત મકાન પર દરોડો પાડી મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 11 બોટલો ઝડપી પાડી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 11 બોટલ કિ.રૂ. 3850નો શરાબ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.