સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાડધ્રા ગામમાં આવેલ બ્રાહ્મણી નદીના પટમાં મોટાપાયે ચાલતી ખનીજ ચોરી ઝડપી
હળવદ તાલુકાના ચાડધ્રા ગામમાં આવેલ બ્રાહ્મણી નદીના પટમાં મોટાપાયે ખનીજ ચોરીની ફરિયાદને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસ, મહેસૂલ તંત્ર અને ખનીજ વિભાગની ટીમને ઊંઘતી રાખી રેડ કરી હતી જે સૌથી મોટી રેડમાં ૧૨ હિતાચી, ૧૩ ડમ્પર, બે ટ્રક, ટ્રેક્ટર તેમજ ૩૩ મોબાઈલ ફોન અને ૭ બાઈક સાથે ૩૦ શખ્સોને દબોચી લીધા છે તો અન્ય ૨૦ આરોપીઓના નામો ખુલતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ બાબતે વાત કરીએ તો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના ડીવાયએસપી કે. ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી. એન. પરમારની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રેડ કરી હતી જેમાં મોટા પાયે થતી ખનીજચોરીનો પર્દાફાશ કરવામા આવ્યો હતો જેમાં શનિવારે રાત્રીથી રેડ કરી હોય અને શનિવારે આખી રાત તેમજ રવિવારે સાંજ સુધી કામગીરી ચાલી હતી અને મોટા પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૨ હિટાચી મશીન કીંમત રૂપિયા ૪૮ લાખ, રેતી ૮૨,૧૩૦ ટન કીંમત રૂપિયા બે કરોડ ઓગણ એસી લાખ ચોવીસ હજાર બસ્સો ડમ્પર ટ્રક ૧૩ કીંમત રૂપિયા ૩.૯૦ કરોડ, ટ્રક ૨ કીમત રૂપિયા પાંચ લાખ, ટ્રેક્ટર લોડર એક કીંમત રૂપિયા ત્રણ લાખ, ટ્રેક્ટર-ટ્રોલી કીંમત રૂપિયા ત્રણ લાખ, ૩૩ મોબાઈલ ફોન કીંમત રૂપિયા એક લાખ એકાવન પાંચસો બાઈક ૭ કીંમત રૂપિયા રૂપિયા ૨.૧૦ લાખ મળીને કુલ રૂપિયા સાત કરોડ એકસઠ લાખ પંચાસી હજાર સાતસો ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમાર અને અન્ય ૨૯ મળીને કુલ ૩૦ આરોપીઓને ડીટેઈન કરી પોલીસ મથકમાં સોપવામાં આવ્યા છે જ્યાં હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.તદોપરાંત ૩૦ આરોપીઓ નાં નામો ખુલ્યા છે. જેમાં હળવદના રહેવાસી સુનીલભાઈ, જેઠાભાઈ વણઝારા, જાગો ઉર્ફે ઠુંઠો ભરવાડ, મયુરનગરમાં રહેતા સંદીપ ડાંગર, મોરબી રહેતો ઉદય આહીર, મયુરનગર રહેતો લાલો આહીર ઉર્ફે બીકે કરશનભાઈ, મોરબીના અણીયારી રહેતો પરેશ પટેલ, હળવદના મિયાણીનો રહેવાસી અક્ષર ચતુરભાઈના નામો ખુલ્યા છે તે ઉપરાંત નંબર પ્લેટ વગરની બોલેરોનો ચાલક/માલિક, બાઈક જીજે ૩૬ એડી ૫૦૭૮ ના માલિક/ડ્રાઈવર, બાઈક જીજે ૦૩ ડીએમ ૧૮૨૦ ના માલિક/ડ્રાઈવર, બાઈક જીજે ૩૬ એડી ૬૨૩૯, જીજે ૩૬ એન ૦૪૪૯, હિતાચી લેવા મુકવા ઓપન ટ્રક જીજે ૦૩ વી ૯૭૩૬ ના માલિક/ડ્રાઈવર, ટ્રક નંબર વગરનો તેના માલિક/ડ્રાઈવર, નંબર પ્લેટ વગર ટ્રેક્ટર માલિક/ડ્રાઈવર, લોડર જીજે ૦૩ ઈએ ૮૩૨૧ ડ્રાઈવર/માલિક, ડમ્પર જીજે ૩૬ વી ૯૩૨૪ માલિક/ડ્રાઈવર, બીજું ડમ્પર જીજે ૩૬ વી ૧૧૧૫ માલિક/ડ્રાઈવર, ડમ્પર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૭૩ ડ્રાઈવર/માલિક ની શોધખોળ હાથ ધરી છે.