કિડાણામાં ઘરમાથી મોબાઈલ તથા રોકડની તસ્કરી…

આ અંગે કિડાણામાં રહેતા ભાવનાબેન મનજીભાઈ મારાજે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.3-4ના રાત્રિના  તેઓ પોતાના ઘરે સુઈ રહ્યા હતા. ત્યારે સવારે ચારેક વાગ્યે ક્રિષ્ના મંડપ સર્વિસમાં કામ કરતો તેમનો દીકરો પ્રેમ કામ પરથી ઘરે પરત આવેલ અને પગાર પેટે મળેલા 10,000 રૂપિયા ફરિયાદીને આપેલ હતા. ફરિયાદી રોકડ તથા એક મોબાઈલ ફોન ટીવી પાસે રાખી સુઈ ગયેલ હતા. સવારે આશરે સાતેક વાગ્યે ફરિયાદીએ ઊઠીને જોતાં મોબાઈલ ફોન કે રોકડા રૂપિયા જગ્યા પર જોવા મળ્યા ન હતા. જેથી રોકડ રૂપિયા 10,000 તેમજ એક મોબાઈલ ફોન કી.રૂ. 10,000 મળી કુલ 20,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.