કિડાણામાં ત્રણ મંદિરમાથી તસ્કરી આચરી ચોર છૂમંતર
કિડાણા ગામમાં ચોરે ત્રણ મંદિરમાથી રોકડ રકમ સહિત 29,500ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ તા. 3/4ના સાંજના 7 વાગ્યાથી તા.4/4ના સવારના 6 વાગ્યા દરમ્યાન ચોરીની આ ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો. અજાણ્યા તસ્કર ભૂકંપનગરમાં આવેલ પીથોરાપીર મંદિરમાં પ્રવેશી દરવાજાનું તાળું તોડી લાકડાંની દાનપેટીમાંથી રોકડા રૂા. 7 હજારની ચોરી કરી ગયા હતા. ત્યાર બાદ આંબેડકર સોસાયટીમાં આવેલા લખણીદેવી માતાજી તેમજ હનુમાન દાદાનાં મંદિરમાં રાખેલી દાનપેટીમાંથી આશરે 7 હજાર રોકડા ઉપરાંત આરતીનો સામાન જેમાં ચાર માઈક કી રૂ. 400 , બે એમ્પલીફાયર કિ.રૂ.7,000, પતરાંનું ભૂંગળું કિ.રૂ.400 , ચાર કેબલ વાયર કિ.રૂ.600 , નાનો ચાંદીનો મુગટ કિ.રૂ. 7,000 મળી કુલ્લે રૂપિયા 29,500ની મતાની ચોરી કરી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.