કિડાણામાં ઘર પાસે ઊભેલી કારમાંથી શરાબનો જથ્થો ઝડપાયો

કિડાણાના એક મકાન પાસે ઊભેલી કારમાંથી પોલીસે રૂા. 50,100નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

પોલીસને સચોટ બાતમી મળી હતી કે, કિડાણાના રાધેનગર પ્લોટ નંબર 108માં રહેનાર લક્ષ્મણગિરિ ગોકુલગિરિ ગોસ્વામીએ કારમાં દારૂનો જથ્થો ભર્યો છે અને તે કાર તેના ઘર પાસે પડી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારની ડીકીમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 108 બોટલ તથા ઓલ સિઝન ગોલ્ડન કલેક્શનની 24 બોટલ એમ કુલ રૂા. 50,100નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ આ શખ્સના ઘર પાસે જતાં ઘરનો દરવાજો અર્ધ ખૂલેલો નજરે પડ્યો હતો પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.